મોદી સરકારના ખેડુતોની આવક બમણી કરવાના દવાઓની ખોલી નાખી પોલ. જુઓ ભાજ્પ સરકારના જ આ આંકડાઓ…..
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ખેડૂત વોટ બેંક હાંસલ કરવા એકબાજુ PM મોદી ખેડુતો ને મળે છે, ચર્ચા કરે છે અને ખેડુતો ની આવક બમણી કરવાના બણગાં ફૂંકે છે,ત્યારે ભાજ્પ ની જ મહારાષ્ટ્ર સરકારના આંકડાઓ એ મોદી સરકારની ખેડુતો પ્રત્યેની હમદર્દી ની પોલ ખોલી નાખી છે.
મહારાષ્ટ્ર સરકારના રેવન્યુ મિનિસ્ટર ચંદ્રકાંત પાટિલે નાગપુરની લેજિસ્ટેડિવ કાઉન્સિલ સામે રજુ કરેલ આંકડાઓ મુજબ પાક નિષ્ફળ જતા અને બેન્કોને લોનની ચુકવણીના તનાવ હેઠળ માર્ચ 2018થી મે 2018 ની વચ્ચે 639 ખેડુતોએ આત્મહત્યા કરી છે. એટલું જ નહીં, છેલ્લા ચાર વર્ષમાં 13,000 ખેડુતોએ પોતાનું જીવન ટુંકાવ્યુ છે જેમાંથી 1500 ખેડુતોએ છેલ્લા એક વર્ષમાં આત્મહત્યા કરી છે.
આ આત્મ હત્યા કરનારા 639 ખેડુતો પૈકી 188 ખેડુતો સરકારી યોજના હેઠળ વળતર મેળવવા પાત્ર હતાં. પાક નિષ્ફળ જતા અને લોનની ચુકવણી નહિ કરી શકતા ખેડુતોઓ પોતાનું જીવન ટુંકાવ્યુ હતું.