જેસર માં આભ ફાટ્યું : ૨ કલાક માં ૭ ઇંચ વરસાદ
ભાવનગર : જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જીલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં રવિવારથી વરસાદ પડવાનો શરૂ થઇ ગયો છે. જે આજે સોમવારે વહેલી સવારથી જ પડવાનો શરૂ થઇ ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જેસરમાં બે કલાકમાં આશરે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારમએ મહુવાની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. જેના પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. સાથે સાથે ભાવનગર શહેરની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીને ભારે આવક થઇ છે. આ ડેમમાં સતત પાણીની આવક વધતી રહેશે તો ડેમ ઓવરફ્લો થવામાં વાર નહીં લાગે.