આખરે યુદ્ધ થયું: રશિયાએ યુક્રેન પર કરી યુદ્ધની જાહેરાત, UNએ કહ્યું યુદ્ધ રોકો પુતિન
યુદ્ધની વધતી આશંકાઓ વચ્ચે યૂક્રેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે અને પોતાના નાગરિકોને જલદી રશિયા છોડવા જણાવ્યું છે. આ બાજુ રશિયાએ યૂક્રેનથી પોતાના રાજનયિકોને બોલાવવાની જાહેરાત કરી છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશ રશિયાને રોકવા માટે પ્રતિબંધોનો સહારો લઈ રહ્યા છે. અમેરિકા અને યુકેએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે અને આવનારા દિવસોમાં અનેક નવા પ્રતિબંધો પણ લાગી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું જીદ્દી રશિયા પર આ ફોર્મૂલા કામ કરશે ખરા?
પુતિને યુદ્ધની જાહેરાત કરી:રશિયાના રાષ્ટ્રપતિ પુતીનની અમેરિકા,UN અને EUને ખુલ્લી ચેતવણી,જે અમારી સાથે ટકરાશે એને જડબાતોડ જવાબ અપાશે:AFP
રશિયાએ કરી યુદ્ધની જાહેરાત
યુક્રેન પર પુતિને યુદ્ધની કરી ઘોષણા
UNએ કહ્યું યુદ્ધ રોકો પુતિન
2014માં રશિયા દ્વારા યૂક્રેનના ક્રિમિયા પર કબજો જમાવ્યા બાદ અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ રશિયાની ટીકા કરી હતી અને આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ રશિયા આજે પણ ક્રિમિયાને નિયંત્રિત કરે છે. રશિયાની અર્થવ્યવસ્થા તે સમયની મંદીમાંથી બહાર નીકળીને ફરીથી આગળ વધવા લાગી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ સારી પેઠે જાણે છે કે યૂક્રેન પર હુમલો કરવાની સ્થિતિમાં દેશે આર્થિક નુકસાન સહન કરવું પડશે. પરંતુ આમ છતાં તેઓ પાછળ હટતા જોવા મળતા નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ 2014માં રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની કેટલીક અસર રશિયા પર પડી હતી. જેના કારણે રશિયન બેંકોને વિદેશી દેવાની સમસ્યા સર્જાઈ હતી અને પશ્ચિમી કંપનીઓને રશિયન તેલ કંપનીઓ સાથે કામ કરવા પર પ્રતિબંધ વેઠવો પડ્યો હતો. 2016ના ઉનાળા સુધી રશિયાની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં રહી. રૂબલનું મૂલ્ય વૈશ્વિક બજારોમાં પડ્યું, જેના કારણે કંપનીઓ અને ગ્રાહકો માટે અનેક વસ્તુઓના ભાવ વધી ગયા. રાષ્ટ્રપતિ પુતિન પણ આ પ્રભાવથી બાકાત ન રહ્યા. ક્રિમિયા પર કબજા બાદ તેમનું અપ્રુવલ રેટિંગ 80 ટકા હતું જે ત્યારબાદના વર્ષોમાં 60 ટકા સુધી પહોંચી ગયું.
રિપોર્ટમાં એક્સપર્ટ્સના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રતિબંધોની મોટા સ્તર પર અસર થવા માટે આકરા પ્રતિબંધોની જરૂર હોય છે અને અમેરિકા આવા પ્રતિબંધો લગાવવા અંગે પોતે જ મૂંઝવણમાં છે. એડવર્ડ ફિશમેન અને ક્રિસ મિલર જેવા ઈન્ટરનેશનલ રિલેશન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે રશિયાને વાસ્તવમાં દર્દ આપવા માટે અમેરિકા અને યુરોપે કેટલાક મોટા બોજ ઉઠાવવા પડશે. અને પશ્ચિમી દેશ તેના માટે તૈયાર જોવા મળતા નથી.