ગુજરાતમાં 6 હજાર કોરોડનું કોલસા કૌભાંડ, કૌભાંડની ચોકાવનારી વિગતો આવી સામે
તગડો નફો લઈને વેચી દેવાતો હતો હજારો ટન કોલસો
ગુજરાતમાં મોટા પ્રમાણમાં કરોડોનું કોલસા કૌભાંડ થયું હોવાની ચોકાવનારી વિગતો સામે આવતાં સમગ્ર રાજ્યમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. એક રિપોર્ટના ખુલાસ પ્રમાણે ગુજરાતમાં કોલસાનું મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. તેમા પણ સબસિડીવાળા કોલસાની મોટાપાયે કાળાબજારી મધ્યપ્રદેશમાં થઈ હતી.
ડમી કંપનીઓના નામે હજારો ટન કોલસાનું વેચાણ કરાતું હતું.
ઉલ્લેખનીય છે કે, કોલ ઈન્ડિયા પાસે સબસિડીવાળા કોલસા પ્રતિ ટન 3 હજાર રૂપિયામાં ખરીદવામાં આવતાં હતાં.ત્યાર બાદ તેને 9 હજાર રૂપિયા પ્રતિ ટનમાં કાળાબજારી કરીને તેને વેચવામાં આવતું હતું. મહત્વનું છે કે, ખાનગી એજન્સીઓને નોડલ એજન્સી બનાવાઈને એકલા મધ્યપ્રદેશમાં દર મહિને 20 હજાર ટન કોલસાનું ગેરકાયદે વેચાણ કરાતું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા 14 વર્ષમાં રાજ્યના નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગોને કોલસો આપવાને બદલે ઘણી એજન્સીઓએ અન્ય રાજ્યોના ઉદ્યોગોને ઊંચા દરે વેચી દીધો હતો. આમાં 5 હજારથી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
તગડો નફો લઈને વેચી દેવાતો હતો હજારો ટન કોલસો
તમને જણાવી દઈએ કે ગુજરાતના વેપારીઓ અને નાના ઉદ્યોગોના નામે કોલ ઈન્ડિયાની ખાણોમાંથી 60 લાખ ટન કોલસો મોકલવામાં આવ્યો છે. જેની સરેરાશ કિંમત 1800 કરોડ રૂપિયા પ્રતિ ટન 3,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પરંતુ તેને વેપારીઓ અને ઉદ્યોગો સુધી પહોંચાડવામાં આવ્યો ન હતો. મળતી માહિતી મુજબ અન્ય રાજ્યોમાં 8 થી 10 હજાર રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.