ગાંધીનગર

ગાંધીનગર RTOમાં અરજદારને બદલે એજન્ટે ટેસ્ટ આપતા વિવાદ થયો

ગાંધીનગર :

ગાંધીનગર આરટીઓ કચેરીમાં ગત રોજ બપોરના સમયે ડ્રાઇવીંગ ટ્રેક ઉપર બલાલ થઇ હતી. અમદાવાદના એજન્ટે તેની પાસે આવેલા અરજદારની જગ્યાએ પોતે ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા કારમા બેસી ગયો હતો અને ટેસ્ટ આપ્યો હતો. પરંતુ આ બાબતની સ્થળ ઉપર હાજર અધિકારીઓને જાણ થતા એજન્ટ સાથે બબાલ કરી હતી અને પોલીસ પણ બોલાવી લીધી હતી. જોકે, મહત્વની બાબત એ છેકે, કચેરીની ૧૦૦ મીટર ત્રિજયામા એજન્ટો માટે પ્રતિબંધ છે, છતાં કેવી રીતે ટ્રેક સુધી પહોંચી ગયો? ગાંધીનગર આરટીઓ કચેરીમાં બુધવારે બપોરના સમયે અમદાવાદનો એજન્ટ તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા આવેલા અરજદારની જગ્યાએ ટેસ્ટ આપવા કારમાં બેસી ગયો હતો. જ્યારે એજન્ટે ટ્રેક ઉપર ટેસ્ટ પણ આપી દીધો હતો. પરંતુ ત્યારબાદ હાજર અધિકારીને આ બાબતની ખબર પડતા એજન્ટ સાથે બબાલ કરી હતી. જયારે મામલો બિચકતા પોલીસને બોલાવી લીધી હતી. પરંતુ પોલીસ આવ્યા બાદ પણ કોઇ પોલીસ ચોપડે નોંધ થઇ નથી.બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરટીઓ કચેરીની ૧૦૦ મીટર ત્રિજ્યામા એજન્ટોને પ્રવેશ ઉપર પાબંધી લગાવી છે. તેમ છતા એજન્ટ ટ્રેક ઉપર આવી ને કેવી રીતે ટેસ્ટ આપી ગયો હતો. શા માટે હાજર અધિકારીઓ દ્વારા એજન્ટ સામે ફરિયાદ કરવામા આવી ન હતી તેવા અનેક સવાલો આરટીઓ કચેરીના કેમ્પસમાં જ ચર્ચાઇ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x