રૂપાણી સરકાર કરતાં અમારી સરકારમાં ગુન્હાઓ ઓછા થયા : ગૃહમંત્રી
ગાંધીનગર :
ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ચાલુ વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાના આંકડાઓ ચકાસીએ તો રાજ્યમાં ખૂન-બળાત્કાર સહિતના ગંભીર ગુન્હાના કિસ્સા પાછલા પાંચ વર્ષમાં સૌથી ઓછાં આ વર્ષે નોંધાયા છે. આ રીતે જોઇએ તો રૂપાણી સરકાર વખતે જે ગુન્હાના આંકડા નોંધાતા હતા તેની સામે નવી સરકાર બન્યા પછીના આંકડા ઘણાં નીચા છે.
ગૃહ મંત્રી સંઘવીએ કહ્યું કે છેલ્લા બે માસમાં જે ઘટનાઓ ઘટી તે છેલ્લા પાંચ વર્ષની ઘટનાઓ કરતાં ઓછી જ હતી. આ ઉપરાંત રાજ્યમાં ખૂન, લૂટ, બળાત્કાર, પોક્સો, સહિતના કેસોમાં ગુન્હાઓ નોંધાય છે તેની સામે તેના ડિટેક્શન પણ તેટલાં જ ઝડપથી અને સચોટ રીતે થઇ રહ્યા છે. સૂરતના ગ્રીષ્મા મર્ડર કેસમાં અને તે પહેલાં એક બાળકીના બળાત્કાર અને મર્ડર કેસમાં આરોપી સામે કોર્ટમાં ખટલો ખૂબ ઝડપથી શરૂ કરી દેવાયો છે.