ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં 10થી 14મી માર્ચ સુધી ડિફેન્સ એક્સ્પોનું આયોજન

ગુજરાતના  ગાંધીનગરમાં તા.10થી 14 મી માર્ચ સુધી ડિફેન્સ એક્સ્પો યોજાઇ રહ્યો છે જેની અત્યારથી પૂરજોરમાં તૈયારીઓ થઇ રહી છે. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચે યુધૃધની પરિસ્થિતિ વણસી રહી છે પરિણામે ડિફેન્સ એકસ્પો વખતે ય વાઇબ્રન્ટવાળી થવાનો ડર સતાવી રહ્યો છે.

આ ઉપરાંત ડિફેન્સ એક્સ્પોમાં રશિયા અને યુક્રેનના સરંક્ષણ મંત્રાલયના અિધકારીઓ આવવાના હતાં પણ હવે તેઓ આવશે કે કેમ તે અંગે પ્રશ્રાર્થ સર્જાયો છે. પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો માટે જોરદાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

આ વખતે ડિફેન્સ એક્સ્પો માટે ગુજરાત યજમાન બન્યુ છે. ગત વખતે લખનૌમાં ડિફેન્સ એકસ્પો યોજાયો હતો. ત્રણેક દિવસ પહેલા ંજ મુખ્યમંત્રીએ ડિફેન્સ એક્સ્પોની તૈયારીઓને લઇને સમિક્ષા બેઠક પણ યોજી હતી. ડિફેન્સ એકસ્પોને પગલે સૈન્યના વડા મુકુન્દ નરવણે પણ આજકાલ ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે.

સૂત્રોના મતે, તા.11મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એકસ્પોનું ઉદઘાટન કરે તેવી શક્યતા છે. મહાત્મા મંદિરમાં વિવિધ દેશો વચ્ચે વન ટુ વન બેઠકો યોજાનાર છે. આ ઉપરાંત હેલિપેડ ગ્રાઉન્ડ સહિત સાબરમતી રિવરફ્રન્ટ પર શસ્ત્ર પ્રદર્શન યોજાવવાનુ છે.ેડિફેન્સ એકસ્પોમાં ભાગ લેવા માટે કુલ 60થી વધુ દેશોને આમંત્રણ અપાયુ છે. વિવિધ દેશોમાંથી કુલ મળીને 1500 ડેલિગેટ આવે તેવી સંભાવના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x