વિશ્વ મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં મહિલાઓ માટે સલામતી જાગૃતિ ફ્રી સેમીનાર યોજાશે
ગાંધીનગર :
તાજેતરમાં સુરતમાં જે ઘટના બની એનાં પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં હતાં. ગ્રીષ્માની સાથે જે થયું એનાથી કોઈ પણ વ્યકિત અજાણ નથી. આજે દિકરી ગ્રીષ્મા સાથે થયું, કાલે કોઈક બીજી દિકરી સાથે થશે માટે દરેક દિકરી પોતાની વ્યક્તિગત સુરક્ષા કરી શકે એટલી તો સક્ષમ હોવી જ જોઈએ અને એ હેતુથી તા. ૦૮/૦૩/૨૦૨૨, મંગળવારનાં રોજ બપોરે ૩:૩૦ કલાકે, સેક્ટર-૭/એ, ગાંધીનગર ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગાંધીનગરની અગ્રણી સંસ્થાઓ જેવી કે… ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન, યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ, વિશ્વ હિંન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ, ફિટનેસ ફસ્ટ ગાંધીનગર, જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની દરેક બહેનો અને દિકરીઓ માટે વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિનાં સેમિનારનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવેલ છે તો ગાંધીનગરની આજુબાજુ વિસ્તારમાં રહેતાં બહેનો અને દિકરીઓ વધુમાં વધુ જોડાઇ આ સેમિનારમાં ભાગ લઇ વધુ સમક્ષ બની શકે છે.
વધુ માહિતી માટે : +91-8160065627 પર સંપર્ક કરી નામ નોંધાવી લેવા સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.