ગાંધીનગર : સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર સંસ્થા દ્વારા “CAMPFIRE-2022” નું આયોજન કરાયું
ગાંધીનગર :
ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે આવેલી સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર સંસ્થા દ્વારા તા. ૦૫-૦૩-૨૦૨૨ ના રોજ “CAMPFIRE-2022” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના માહમારીના કારણે બે વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ આવો ભવ્ય પ્રોગ્રામ થયો હતો. આ પ્રોગ્રામમાં વિધાર્થીઓ અને વાલીઓએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. સ્કુલના કેમ્પસમાં વિવિધ સ્ટોલ અને બાળકો માટે RIDES નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ આ સ્કુલમાં રહેવાનો અને જમવાનો લાભ લીધો હતો. CAMPFIRE રાત્રી દરમ્યાન વિવિધ પ્રોગ્રામોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે ડાન્સ, નાટક, SINGING, ગરબા જેવી અનેક પ્રકારની રમતો રમીને વિદ્યાર્થીઓએ ખુબ જ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ગણ પણ હાજર રહ્યા હતા. તેમને પણ ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષામાં સારા ગુણ કઈ રીતે મેળવી શકાય તે અંગે ટ્રસ્ટીઓ ખુબ જ સરસ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. અને ૨૦૨૨ માં લેનાર ધોરણ -૧૦ ની પરીક્ષામાં જે સારા ગુણ પ્રાપ્ત કરશે તેને પ્રોત્સાહન ઇનામની પણ જાહેરાત કરી હતી. પ્રોગ્રામના અંતે તમામ વાલીઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તમામ ટ્રસ્ટીઓએ સંસ્થાના દરેક સભ્યોનો સરસ આયોજન કરવા બદલ તમામ સ્ટાફ સભ્યોનો આભાર માન્યો હતો. આ સમગ્ર વ્યવસ્થા સ્કુલના પ્રીન્સીપાલ, ટીચર્સ અને તમામ સ્ટાફ દ્વારા કાર્યક્રમ નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.