મહિલા આઈટીઆઈ ગાંધીનગર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ
ગાંધીનગર :
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગર (મહિલા) ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા સાથેના MoU અંતર્ગત પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ફેવીક્રીલ આર્ટ ફોર્મ ડેમો વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં સંસ્થાની મહિલા તાલીમાર્થીઓને વિવિધ પ્રકારના કાપડ, બેગ, બોટલ્સ, કેનવાસ વગેરે પર પેઈન્ટીંગ, લીક્વીડ એમ્બ્રોઈડરી, વરલી આર્ટ, વગેરે સ્કીલ્સ શીખવાડવામાં આવી.
શ્રીમતી સ્વસ્તિ શર્માને એક સારા કોચ, મેન્ટર, સોફ્ટ સ્કીલ, કોર્પોરેટ ટ્રેનર તરીકે આમંત્રિત કરવામાં આવેલ. જેમાં તેઓ દ્રારા સંસ્થાની તાલીમાર્થીનીઓને પર્સનાલિટી ગ્રૂમીંગ વિષય અન્વયે ઈન્ટરેક્ટીવ સેમિનાર કરવામાં આવ્યો.
BEASA ઈન્ટરનેશનલ બ્યુટી સલૂન દ્રારા આયોજિત “હેર કટ અને સ્ટાયલીંગ”ના વર્લ્ડ રેકોર્ડમાં મહિલા તાલીમાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ અને વર્લ્ડ રેકોર્ડ બનાવેલ. જે બદલ ભાગ લેનાર તાલીમાર્થીઓને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સર્ટિફિકેટ્સ, ગીફ્ટ વાઉચર તેમજ બ્યુટી કીટ્સનું વિતરણ કરવામાં આવેલ.
તા. ૮/૩/૨૦૨૨ ના રોજ મહિલા આઈટીઆઈ ખાતે આયોજિત તમામ કાર્યક્રમોમાં તાલીમાર્થીઓ તેમજ સ્ટાફ મોટી સંખ્યામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.