ગુજરાત

શુ આપને બેંકવાળાની ધમકી આવે છે ? તો ડરશો નહીં, જાણો વધુ

અમદાવાદ :

અમદાવાદમા AXIS બેંકની લોનના પૈસા વસુલવા ધમકી આપનાર શખ્સ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ 2017માં પર્સનલ લૉન લીધા બાદ એક વર્ષ સુધી હપ્તા ભર્યા બાદ લોકડાઉનમાં નોકરી છૂટી જતા આર્થિક સંકડામણ આવી હતી. AXIS બેંકના અધિકારીનો ફોન આવતા પૈસા આવશે એટલે વ્યાજ સાથે ચૂકવી દઈશ તેવી ખાતરી વેપારીએ આપી હતી. તે પછી પણ અજાણ્યો શખ્સ ઉઘરાણી કરવા ઘરે આવ્યો તેમજ ફોન પર પૈસા વસૂલવા ધમકી આપતો હતો.

જુહાપુરાના ચીનાર પાર્કની બાજુમાં આવેલ કન્સ્ટ્રકશનના ધંધાર્થી જોહેફભાઈના ઘરે પૈસાની ઉઘરાણી માટે અજાણ્યો શખ્સ આવ્યો હતો. જોહેફભાઈ ઘરે હાજર ન હોવાથી તેમની પત્નીને આ શખ્સે પોતાનો મોબાઈલ નંબર આપ્યો તેમજ જોહેફભાઈનો નંબર લીધો હતો. અજાણ્યા શખ્સને જોહેફભાઈએ ફોન કરી જણાવ્યું કે, તમે મારા ત્યાં ઉઘરાણી કરવા આવો તો બેંકનું આઈકાર્ડ અને ઔથોરિટી લેટર મને બતાવી જજો. તે પછી પણ આ શખ્સ ફોન કરી અનેક વખત ઉઘરાણી કરતો અને ફરિયાદી આઈકાર્ડ અને લેટર બતાવી જવાનું કહેતા હતા.

જોહેફભાઈ શુક્રવારે બપોરે ઘરે હતા ત્યારે 4.30 વાગ્યે અજાણ્યા શખ્સનો કોલ આવ્યો હતો. આ શખ્સને આઈકાર્ડ અને લેટર બતાવી જાવ પછીજ તમારી સાથે વાત કરીશ તેમ ફરિયાદીએ જણાવ્યું હતું. જોકે ફોન કરનારે હું તારી પાસે લોનના પૈસા વસૂલીને જ રહીશ તેવી ધમકી આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x