આંતરરાષ્ટ્રીય

ભારતની મિસાઈલથી પાકિસ્તાન દહેશતમાં આવ્યું, જાણો શું લીધો મોટો નિર્ણય

ઈસ્લામાબાદ:

ગત 9 માર્ચના રોજ ભારત તરફથી ભૂલથી છૂટી ગયેલી મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી તે મામલે પાકિસ્તાનમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ભારતની મિસાઈલથી પાકિસ્તાન દહેશતમાં આવી ગયું છે. પાકિસ્તાની એરફોર્સના ડેપ્યુટી ચીફ અને બે માર્શલને હાલ બરતરફ કરી દેવાયા છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરે કહ્યું કે ભારત આપણું કાશ્મીર પડાવી લેશે.

અત્રે જણાવવાનું કે આ બધુ એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે પાકિસ્તાનનો રાજકીય પારો પણ ખુબ ગરમ છે અને ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને મિસાઈલની સમયસર જાણકારી ન મેળવવાના આરોપમાં એરફોર્સ ડેપ્યુટી ચીફ અને બે એર માર્શલને બરતરફ કરી દીધા છે.

અત્રે જણાવવાનું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાન તરફ ભૂલથી છૂટી જનારી મિસાઈલ અંગે આજે સંસદમાં નિવેદન આપવાના છે. રક્ષા મંત્રાલયના જણાવ્યાં મુજબ બુધવારે એક હથિયારવગરની સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના 124 કિમીના વિસ્તાર સુધી પહોંચી ગઈ હતી. રક્ષા મંત્રાલયે તેને ‘ટેક્નિકલ ખામી’ના કારણે ઘટેલી ઘટના ગણાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x