નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવણી નિમિતે માટીના ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર :
ગુજરાત કાઉન્સિલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના વિકાસ ની સાથે સાથે પર્યાવરણની જાળવવી અંગે જાગૃતતા કેળવાય તે હેતુ થી વિવિધ પર્યાવરણીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે. ચકલી આપણા પર્યાવરણ નો અગત્યનો ઘટક છે ચકલી અને ચકલી કુળના અનેક પક્ષીઓ ની પેઠીઓ બચાવવા માટે વિશ્વ સ્તરે પ્રયાસો થઇ રહ્યા છે. માનવીય પ્રવુંતિઓને કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે. તેના ભાગ રૂપે ૨૦ માર્ચ ને ચકલી દિવસ તરકે ઉજવવામાં આવે છે.
નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા પણ દર વર્ષે આ દિવસની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત નિસર્ગ સાયંસ સેન્ટર ના મેનેજિંગ ટ્રસ્ટી ડો અનિલભાઈ પટેલે વિદ્યાર્થીઓને કુદરત માં ચકલી નું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ચકલી ના માળા ઘર માં અને ઘર ની બહાર કેવી જગ્યાએ મુકવા જોઈએ તેની સમુજીતી આપી હતી જેથી અન્ય પ્રાણીઓ કે મોટા પક્ષીઓ નો ભય ના રહે. માટીના ચકલીના ઘર વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાયંસ કલબના વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા. જેમાં સરકારી એન્જીન્યરીંગ કોલેજ ના પ્રોફેસર રવી બુટાણી પણ જોડાયા હતા અને વિદ્યાર્થીઓને ચકલી બચાવવા માટે પ્રયત્નો કરવા માટે અપીલ કરી હતી.