રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે રક્તદાનમાં વિશેષ યોગદાન બદલ ટ્રોફી/પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
ગાંધીનગર :
રાષ્ટ્રીય સ્તરે કાર્યરત નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ સંસ્થા દ્વારા ગત 23 માર્ચ, 2021ના રોજ સમગ્ર રાષ્ટ્રમાં 28 રાજ્યોમાં, 8 યુનિયન ટેરીટરીઝમાં 1500 સ્થળોએ એક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ. જે અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર સહભાગી થયેલ. 90000થી પણ વધારે રક્તની બોટલો એક જ દિવસમાં એકત્ર થયેલ. જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવેલ.
જેને ધ્યાને લઈને તા. 14-03-2022, સોમવારના રોજ યોજાયેલ ક્રાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ – લંડન દ્વારા પ્રમાણિત સર્ટીફીકેટ અને ટ્રોફી તેમજ નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ દ્વારા ઈન્ટરનેશનલ લાઈફ સેવર એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ છે.
રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર વતી એવોર્ડ તેમજ સર્ટીફીકેટ સંસ્થાના સેક્રેટરી પાર્થ ઠક્કર દ્વારા સ્વીકારવામાં આવેલ.