ગાંધીનગરગુજરાત

સરકારી વીજ મથકોમાં ઓછું ઉત્પાદન કરીને અદાણી પાસેથી 8916 કરોડ રૂપિયાની વીજળી ખરીદી કમાણી કરાવી

ગાંધીનગર :

ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ પ્રશ્નોતરીના જવાબમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ જવાબમાં આજે બહાર આવ્યું કે અદાણી પાવર લિમિટેડ સાથે સને 2006 અને 2007માં 25 વર્ષ માટે રૂ.2.89 યુનિટ અને રૂ.2.35 યુનિટના દરે વીજ ખરીદીના કરાર કરવામાં આવેલ હતી. કરાર વિરુદ્ધ સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવી છે. જવાબ અનુસાર અદાણી પાવર લિમિટેડ સાથે સરકારનો 25 વર્ષ માટેના કરાર હોવા છતાં તા.15-10-2018 થી તા.31-12-2020 સુધીના સમયગાળામાં માસિક સરેરાશ રૂ. 3.52 પ્રતિ યુનિટ સુધીના ઉંચા દરે રાજ્ય સરકાર દ્વારા વિજળી ખરીદવામાં આવી છે.

તારીખ 15-10-2018થી ડિસેમ્બર 2020 સુધી 22,495 મિલિયન યુનિટી વીજળી ખરીદી અને કુલ 8916 કરોડ રૂપિયા અદાણી પાવરને ચુકવ્યા. જેમાં 6333 કરોડ રૂપિયા સરકારે વેરિએબલ કોસ્ટ રકમ તરીકે અદાણી પાવરને ચુકવ્યા હોવાની માહિતી સરકારે જવાબમાં રજૂ કરી હતી.

અદાણી પાવર લિ. પાસેથી વિજળી ખરીદીના કરાર થયેલ હોવા છતાં ઉંચા દર ચુકવવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા સરકારી તિજોરીમાં નાગરીકોના ટેકસના નાણા અદાણીને કરાર બાદ પણ ઉંચા દરે વિજળી ખરીદવા માટે વાપરે છે. આજે ગૃહમાં પૂછવામાં આવેલ બીજા એક પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે રાજ્યમાં ગુજરાત સ્ટેટ ઈલેકિટ્રસિટી કોર્પોરેશન લિ. હસ્ત્કના 10 વીજ મથકો આવેલા છે.

આ વીજ મથકોની જેટલી કુલ ઉત્‍પાદન છે તે ઉત્પાદન ક્ષમતાની સામે વર્ષ 2020માં માત્ર 14.41 % થી 65.25 સુધી અને 2021 માં 10.61 થી 58.91 % જ ચલાવવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકાર હસ્તરના સ્વતંત્ર 5 -વીજ મથકોની ઉત્પાદન ક્ષમતાની સામે સને 2020માં માત્ર 19.14 થી 74.03 % સુધી અને 2021માં 3.01 % થી 70.70 % જ ચલાવવામાં આવે છે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર પોતાના હસ્તકના વીજ મથકો પુરી ક્ષમતા સાથે ન ચલાવીને ટાટા, અદાણી અને એસ્સાર જેવી ખાનગી કંપનીઓ પાસેથી ઉંચા ભાવે વિજળી ખરીદ કરે છે જેથી જનતાના પૈસા વેડફાઇ છે અને ખાનગી ઉધોગકારો વધુને વધુ પૈસાદાર થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x