RRR મૂવીનું ગુજરાત કનેક્શન સામે આવ્યું: અમદાવાદની ધો.10ની વિધાર્થિનીએ ગાયુ ગીત
અમદાવાદ:
વિચારો કે જે તમે સ્વપ્નમાં પણ વિચાર્યું નથી અને એ જ તમને મળી જાય તો.. જી હા અમદાવાદમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીની (std 10 students) સાથે પણ કંઈક આવું જ બન્યું છે. સાઉથની મેગા બ્લોક બસ્ટર (South mega blockbuster movie) મુવી જે શુક્રવારે રિલીઝ થઈ છે. આ મૂવીનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદની રાગ પટેલે આ મૂવીમાં એક સોંગ ગાયું છે. RRR મુવી રિલીઝ થયા બાદ રાગ નાની ઉંમરે જ સ્ટાર બની ગઈ છે. સાઉથના સુપરડુપર ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલિની બ્લોક બસ્ટર RRR મુવી રિલીઝ થઈ છે. આ મુવી રિલીઝ થતાની સાથે જ અમદાવાદની રાગ પટેલ રાતોરાત ફેમસ થઈ ગઈ છે. રાગ ધોરણ 10માં અભ્યાસ કરે છે. આમ તો રાગને નાનપણથી ડ્રોઈંગ નો અને ગીતો ગાવાનો શોખ છે. પણ તેણે ક્યારેય સિંગર તરીકે સોન્ગ ગયું ન હતું. તેના પિતા રાજીવ પટેલ ફેસબુક પેજના મારફતે ધ્યાનમાં આવ્યું કે સાઉથના ડિરેક્ટર એક મુવીના સોન્ગ માટે 12થી 15 વર્ષની દિકરીના અવાજની તલાશમાં છે. ફેસબુક પેજ દ્વારા તેઓએ દીકરી નો અવાજ રેકોર્ડ કર્યો. અને તે તેમને મોકલી આપી. અને થોડા જ દિવસોમાં હૈદરાબાદથી ફોન આવ્યો કે રાગનો અવાજ તેમને ખૂબ ગમ્યો છે. સાથે તેઓએ જણાવ્યું કે રાગ સાથે એક પેરેન્ટ્સની ટીકીટ હૈદરાબાદ આવવા મોકલીએ છીએ. રાગને પણ ત્યાં જઈને જ ખબર પડી કે RRR મુવી માટે તેણે સોલો સોંગ ગાવાનું છે. RRR મુવીના પ્રારંભે જ જે સોંગ અંબર સે થોડા સૂરજ કો પ્યારા.. અમ્મા કે આંચલને ઢક ડાલા સારા… તે રાગ પટેલે ગાયું છે. રાગએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા માટે પણ આ શોકિંગ હતું. જ્યારે અમને ખબર પડી કે આ સોંગ ગાવા માટે તે સિલેક્ટ થઈ છે. હાલ તે ધોરણ 10 માટે સ્ટડી કરે છે પણ ભવિષ્યમાં પ્લેબેક સિંગર બનવાની ઈચ્છા છે. તેના માતા રિદ્ધિ પટેલ જણાવે છે કે હજુ તેઓને વિશ્વાસ નથી થતો કે દીકરીએ મૂવીમાં સોન્ગ ગાયું છે. તેના ભવિષ્ય વિશે તે જણાવે છે કે સોન્ગ તો તેને મળ્યું છે પણ તેનો હાયર સ્ટડીમાં જ તે કેરિયર બનાવે તેવું માતા ઇચ્છી રહ્યા છે.