ગુજરાત

સુરત: આવકનો દાખલો વિદ્યાર્થીઓને હવે શાળામાંથી જ મળી શકશે

ગાંધીનગર :

ગુજરાતમાં (Gujarat) આવતીકાલ એટલે 28 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ (Board exams) શરુ થઈ રહી છે. બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ સ્કૂલોમાં કે કોલેજોમાં એડમીશન વખતે વિદ્યાર્થીઓને જરૃરી એવા આવકના દાખલા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે, ત્યારે હવે સુરત જિલ્લા કલેકટર (Surat District Collector) દ્વારા આ વખતે સ્કુલમાંથી વિદ્યાર્થીઓને આવકના દાખલા મળે તેવુ આયોજન કરાયુ છે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારીને નોડલ ઓફિસર બનાવાયા છે.

સરકારી આવાસમાં મકાન માટે, મા અમૃતમ કાર્ડ સહિત સરકારની વિવિધ યોજનાઓ માટે આવકના દાખલા જરૂરી હોવાથી હાલમાં શહેરની પાંચેય મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં દાખલા માટે લાઈનો લાગેલી હોય છે. આ સમયે ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી આવકના દાખલા મેળવવા વિદ્યાર્થીઓ કે વાલીઓએ લાઈનમાં ઉભા રહીને સમય બગાડવો નહીં પડે. આ માટે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર દ્વારા એવુ આયોજન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ જે તે સ્કુલમાંથી જ આવકના દાખલા મળી રહે અને લાંબી લાઈનમાં ઉભા રહેવુ નહીં પડે.

અભ્યાસ માટે જરૂરી એવા આવકના દાખલા વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી મળી જાય તેવું આયોજન કરાયું છે. જે માટે વિદ્યાર્થીઓએ કે વાલીઓએ સ્કુલમાં જઈને આવકના દાખલાનું ફોર્મ સાથે જરુરી પુરાવા અને વિદ્યાર્થીનો એક ફોટો રજુ કરવાનો રહેશે. સંબંધિત તલાટી દ્વારા આ તમામ પુરાવાઓ ચકાસણી કર્યા પછી વિદ્યાર્થીઓના ફોટાના આધારે જ આવકનો દાખલો તૈયાર થશે અને વિદ્યાર્થીએ કયાંય પણ ધક્કા ખાધા વગર સ્કુલમાંથી જ આવકનો દાખલો મળી જશે.

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે, ત્યારે અંગ દઝાડતી ગરમી અને બીજી બાજુ લાંબી લાઈનોમાં આવકના દાખલા કઢાવવા માટે લોકો પડા પડી કરતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને સરળતાથી આવકનો દાખલો મળે તેવુ આયોજન સુરતમાં પ્રથમ વખત થઈ રહ્યુ છે. ભવિષ્યમાં આવકના દાખલા બાદ નોન ક્રિમિલીયર સર્ટિફિકેટ પણ સ્કુલમાંથી જ મળી રહે તેવુ આયોજન કરવા વિચારાઈ રહ્યુ છે. આ નવુ આયોજન હોવાથી સ્કૂલ સાથે સરળતાથી આયોજન કરી શકાય તે માટે જિલ્લા કલેકટરે સુરત જિલ્લા શિક્ષણાધિકારીને નોડલ ઓફિસર બનાવાયા છે. સુરતની વાત કરવામાં આવે તો 417 સ્કૂલોના 7,100 વિદ્યાર્થીઓના બક્ષીપંચના દાખલા તૈયાર કરીને સ્કૂલમાં મોકલી દેવાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x