ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકાર દ્વારા 1796 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી, જાણો ક્યારે ભરી શકાશે ફોર્મ

ગાંધીનગર :

રાજ્ય સરકાર (state government) દ્વારા વધુ એક ભરતી (recruitment) ને લઈ મોટી જાહેરાત (announcement) કરાઈ છે. મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ સેવક (Gram Sevak) ની 1571 જગ્યાઓ માટે પણ ભરતીની જાહેરાત કરાઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે. 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board), ગાંધીનગર દ્વારા વર્ગ-૩ ના સંવર્ગની પત્રકમાં દર્શાવલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા 30-03-2022 થી તા. 15-04-2022 સુધીમાં ઓનલાઇન અરજી મંગાવી છે. આ માટે ઉમેદવારે Ojas વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને ફી ભરવાની રીત તથા કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવાર, માજી સૈનિકો અને મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ માહિતી વિગતવાર જાહેરાત પાછળથી નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ગ્રામ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ પહેલાં જુનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 1181 જગ્યાઓ માટે અરજી ફોર્મ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૧૮-૦૨-૨૦૨૨ થી તા.૦૮-૦૩-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x