ગાંધીનગર

કડી સર્વ વિશ્વ વિધાલય સંલગ્ન ” સર્વ નેતૃત્વ અને રાધે રાધે ગ્રુપ” દ્રારા ગરીબ છોકરા – છોકરીઓ ને ” નડાબેટ” ભારત – પાકિસ્તાન બૉડર પર વીર જવાનો સાથે મુલાકાત કરાવી

Gandhinagar.

કડી સર્વ વિશ્વ વિધાલય સંલગ્ન ” સર્વ નેતૃત્વ અને રાધે રાધે ગ્રુપ” દ્રારા એક નાનકડું પગલું કે દેશના વીર જવાનો માટે અને ગરીબ બાળકોને દેશ પ્રેમ તરફ વાળવા અને સાથે સાથે તે દિશામાં માહિતગાર કરવાના હેતુ થી ચરાડા ગામની કે . જી. હાઇસ્કુલ ના કુલ 50 ગરીબ છોકરા – છોકરીઓ ને ” નડાબેટ” ભારત – પાકિસ્તાન બૉડર પર વીર જવાનો સાથે મુલાકાત કરાવી અને સાથે સાથે વિદ્યાર્થીઓ એ વીર જવાનો ને આભાર પત્ર અને મોં-મીઠું કરાવ્યું હતું . જેથી ત્યાંનું વાતાવરણ વીર જવાનો માટે ખુશ ખુશાલ થઈ ગયું હતું.
અને વીર જવાનો ને ખુશ કરવા અમારા ગૃપ દ્રારા આખી લક્ગઝરી બસ પર પણ અમુક સુવિચાર, અંદર ફુગ્ગા, અને બહારથી દેશ ભક્તિની થીમ પર આખી બસ સજાવી ત્યાં લઈ જવામાં આવી હતી. જેથી ત્યાંના વીર જવાનો અને બાળકોમાં ખુશી નો માહોલ સર્જાયો હતો. પ્રવાસી બાળકોને સવારનો નાસ્તો, બપોર અને સાંજે નું ભોજન અમારા ગૃપ દ્રારા પીરસવામાં આવ્યું હતું. વીર જવાનો પોતાનો પરિવાર છોડી ને દેશ ની રક્ષા કરે છે. તો તેના સન્માન માં અને ગરીબ બાળકો ને દેશ પ્રેમ માટેનો પ્રયાસ કર્યો.
‌ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સર્વ નેતૃત્વ અને રાધે રાધે ગ્રુપના યુવાનો તન્મય પટેલ, રાહુલ સુખડીયા, સુરજ મુંજાણી, બંકિત પટેલ, રવિ પટેલ, ઉમંગ પટેલ, ભૌમિક પટેલ, જૈમીન પટેલ, દેસાઈ અભિષેક, અક્ષય સુખડીયા દ્રારા કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે ” જય વિહત ટ્રાવેલ્સ, ચરાડા” ના ટીનાભાઈ ચૌધરી અને ભાવેશભાઈ લીંબચીયા નો ખુબ જ સારો એવો સાથ સહકાર મળ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x