ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો માર્યો! જાણો આજે કેટલાં નોંધાયા વઘુ નવા કેસો
ગાંધીનગર :
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં રાહત જોવા મળી છે. પણ ગત 24 કલાકમાં 34 કેસ સામે આવતા ફરી ચિંતા વધી ગઈ છે. તેમાં પણ સૌથી વધુ પાટનગર ગાંધીનગરમાં 23 જેટલા કેસ એક સામટા આવી ગયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 8 તો ગાંધીનગર જિલ્લામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયો છે. આજે કુલ 6 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 114 થઈ તો વેન્ટીલેટર પર એકપણ દર્દી નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો ડર 99.10 ટકા થઈ ગયો છે.
ગાંધીનગરમાં 24 કેસો, અમદાવાદમાં 8 કેસો , વડોદરામાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.