ગુજરાત

આગામી બે દિવસ રાજયમાં રેડ એલર્ટ, લોકોને ગરમીમાં બહાર ન નિકળવા કરાઈ અપીલ

ગાંધીનગર :

ગુજરાત રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ સિવીયર હિતવેવની આગાહી છે. કચ્છમાં પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ સિવીયર હિટવેવની આગાહી આપવામાં આવી છે.

આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સુધી જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં સિવીયર હિતવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગી તાપમાન નોંધાયુ છે. બે દિવસથી રાજ્યના 10 શહેરમાં 41 થી 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. બે દિવસ બાદ 2 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે. જોકે ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. લોકોને ગરમીમાં જરૂર વગર બહાર નહિ નીકળવા અને સ્વ બચાવ માટે વિવિધ ઉપાય કરવા કરાઈ અપીલ. રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x