LRDની પરીક્ષા અને યુવરાજસિંહને લઈને ગૃહમંત્રીનું મોટું નિવેદન, જાણો
ગાંધીનગર :
ગુજરાત રાજ્યમાં આજે લોક રક્ષક દળની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમામ પરીક્ષા સેન્ટર ઉપર જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. રેન્જ કક્ષાના અધિકારીને પરીક્ષા કેન્દ્રો પર જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને લઈ નાની મોટી ઘટનાઓ પર ગુજરાત પોલીસની નજર છે.
આ પરીક્ષા ગુજરાતના નક્કી કરેલા અધિકારીઓની નિગરાણી હેઠળ લેવામાં આવતી હોય છે. પરીક્ષા સુચારુરૂપે યોજાય તે માટે ગુજરાતના નિષ્ણાંત પોલીસ અધિકારી હસમુખ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહમંત્રીશ્રીએ પરીક્ષા આપતાં તમામ વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠવી હતી.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે થયેલા પોલીસ કેસ પર ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ કે પોલીસકર્મી પર જે રીતે કાર ચઢાવી દેવામાં આવી છે. તેમાં કાયદો કાયદાનું કામ કરશે. તેમણે કહ્યુ કે માત્ર યુવરાજસિંહ સામે જ કેસ દાખલ કરવામાં આવ્યો હોય તેમ નથી. પણ કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.