હાર્દિકને કોર્ટે સંભળાવી 2 વર્ષની સજા, હાર્દિકે કહ્યુ સરકાર અંગ્રેજ બનશે તો હુ ભગતસિંહ બનીશ
વિસનગર : ગુજરાતમાં પાટીદાર આંદોલનને વેગ આપતા પાસ નેતા હાર્દિક પટેલને બીજેપી એમએલએની ઓફિસમાં તોડફોડ મામલે વિસનગરની સેશન્સ કોર્ટે દોશી જાહેર કરતા 2 વર્ષની સજાનો આદેશ આપ્યો છે. આ મામલે કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલ એમ કુલ ત્રણ લોકોને દોશી ઠેરાવ્યા છે. જેમને 2 વર્ષની સજા સાથે 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કે ચુકાદા બાદ હાર્દિક પટેલેની પ્રતિક્રિયા સામે આવી છે જેમા તેણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ગુજરાતમાં હાર્દિક પટેલ દ્વારા ચલાવવામાં આવતા આંદોલન દરમિયાન ભાજપનાં ધારાસભ્ય ઋષિકેશની ઓફિસમાં તોડફોડ કરવાનાં ગુનાહમાં કોર્ટે તેને 2 વર્ષ સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. આ નિર્ણય ગુજરાતની વિસનગર કોર્ટે સંભળાવ્યો છે. આ સમગ્ર મામલે 17 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જો કે આ મામલે કોર્ટ દ્વારા સઝા ફટકાર્યા બાદ હાર્દિક તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, કોઇ પણ મુશ્કેલીને તેના બનાવેલા લેવલ પર ઉકેલી નથી સકાતુ, તે મુસીબતને તે લેવલથી ઉપર ઉઠીને ઉકેલી શકાય છે. આજે પણ હુ કહુ છુ સરકાર અંગ્રેજ બનશે તો હુ ભગતસિંહ બનીશ…ઇંન્કલાબ જિંન્દાબાદ.