ગાંધીનગર

ગાંધીનગરને મળશે પોલીસ કમિશનર! ગુજરાતના સ્થાપના દિવસે સરકાર નિર્ણય કરી શકે

ગાંધીનગર :

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર હવે રહ્યું નથી બંને જોડિયા નગર બની ગયાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે એક નિર્ણય જાહેર કરી શકે છે. મેગાસિટીની જેમ ગાંધીનગર માટે માળખું તૈયાર થઈ શકે છે. જેથી ગાંધીનગરને હવે પોલીસ કમિશનરેટ વિસ્તાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ઝોન દીઠ DCP અને ACPના પદની જવાબદારીઓ સોંપાઈ શકે છે. ગાંધીનગર પોલીસ કમિશનર વિસ્તારનો નકશો બનાવવામાં આવશે. અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારો ગાંધીનગર પોલીસને સોંપાઈ શકે છે.

અમદાવાદ શહેરનું સોલા, સાબરમતી, ચાંદખેડા પોલીસ સ્ટેશન ગાંધીનગર અંતર્ગત આવી શકે છે. એક સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશન ગાંધીનગર પોલીસની હદમાં હતું તે અમદાવાદ કમિશનરેટને સોંપાયા પછી ફરીવાર ગાંધીનગર પોલીસની હદમાં જનાર છે. આ જ રીતે રીંગ રોડ આસપાસના સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના વિસ્તારો પણ ગાંધીનગર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફેરવાઈ શકે છે. ગાંધીનગર જિલ્લા પોલીસમાં અત્યારે SPના તાબામાં સાત DYSP કે SDPO કાર્યરત છે. ટ્રાફિક વિભાગ સીધો જ પોલીસ વડાના તાબામાં છે. જ્યારે ગાંધીનગરમાં પોલીસ કમિશનરની સત્તા આવશે એટલે IGP કક્ષાના પોલીસ કમિશનરના તાબામાં 5 DCP કાર્યરત રહેશે. કુલ 14 પોલીસ સ્ટેશન બે DCPના સુપરવિઝનમાં વહેંચી દેવાશે. ઝોન-1 A ડીવિઝનમાં કલોલ શહેર, કલોલ તાલુકા, માણસા, સાંતેજ, બી ડીવિઝનમાં અડાલજ, ચાંદખેડા અને સોલા પોલીસ સ્ટેશન રહેશે. જ્યારે ઝોન-2 DCPના તાબામાં C ડીવિઝન હેઠળ સેક્ટર-21, સેક્ટર-7, ઈન્ફોસિટી, પેથાપુર, D ડીવિઝનના તાબામાં ચિલોડા, દહેગામ, રખિયાલ અને ડભોડા પોલીસ સ્ટેશન રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x