ગાંધીનગર : RTOમાં ટૂ વ્હિલર અને ફોર વ્હિલર માટે નવી સિરીઝ ખૂલશે, રજિસ્ટ્રેશન શરૂ
ગાંધીનગર :
ગાંધીનગર ARTO ટૂ વ્હીલરની નવી સીરીઝ GJ18DP તથા LMV કારની નવી સિરીઝ GJ18BRનું ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. આ કરવામાં આવનાર ઇ-ઓકશનની પ્રક્રિયાનું રજિસ્ટ્રેશન 15 મેના રોજ શરૂ થઈને 17 મેએ રાત્રે 12 કલાક દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકાશે.
આ શરૂ થનારું ઓનલાઈન ઓકશનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન રકમનો ઉમેરો કરવાનો રહેશે. ઉમેરો રૂ.1000 ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ONE TIME BIDDING PROCESS જેમ એક જ વખત BIDD PROCESS કરી શકશે નહી. ઇ-ઓક્શનની પ્રક્રિયાનું રજિસ્ટ્રેશન 15થી 17 મે દરમ્યાન કરી શકાશે. આ ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનાર અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે. આ માટે http:/parivahan.goin/parivahan પર નોંધણી, યુઝર આઇડી પાસવર્ડ તૈયાર કરવાનો રહશે. વેબસાઈટ પર લોગીન કરી વાહન ખરીદીના 7 દિવસમા ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ APPENDIX-A ઉપર આપવામાં આવેલ છે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5 દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમને જપ્ત કરાશે. ફરીવાર હરાજી કરાવાશે. ઓનલાઈન ઓકશન દરમ્યાન અરજદારે આરબીઆઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. તેવું જણાવવામાં આવ્યુ છે.