ગુજરાત સ્થાપના દીને સમર્પણ સ્કૂલ, યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ અને મિલાપ ટાટારિઆ દ્વારા સાયક્લોથોન ઈવેન્ટ યોજાઇ
ગાંધીનગર :
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સમર્પણ પબ્લિક સ્કૂલ, યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ અને મિલાપ ટાટારિઆ દ્વારા સાયક્લોથોન ઈવેન્ટ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઇ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં સાયક્લોથોન રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સાથે આ ઈવેન્ટમાં ફિઝીયોથેરાપીસ્ટ ડૉ. નિધિ લેકિનવાલા, પ્રયોશ મહિલા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર લક્ષ્મીબેન જોષી, સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગરના પ્રમુખ સુનિલભાઇ ત્રિવેદી અને સંજયભાઇ થોરાત પણ જોડાયા હતાં. આ સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ લોકોના કલ્યાણ માટે, નાગરિકોનાં સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે, પ્રદૂષણ ઘટાડવા માટે અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
૩૦૦થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તંદુરસ્ત રહેવા માટે સાયકલ ચલાવો તેવો અનુરોધ કરતા મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, સાયકલ ઉત્તમ વ્યાયામ છે અને નજીકના સ્થળો પર આવવા-જવા માટે તેનો ઉપયોગ પર્યાવરણ માટે લાભદાયક ચોક્કસપણે નિવડે છે અને શાળાના બાળકો સહિત ૩૦૦થી વધુ સાયકલિસ્ટોને આયોજકો દ્વારા સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતાં અને યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપના ડિરેક્ટર જતીનભાઇ દવે અને હેમાબેન ભટ્ટ વિશેષ સહભાગી થઇ સાયક્લોથોન ઈવેન્ટ ૨૦૨૨ ને સફળ બનાવી હતી.