ગુજરાત

અમદાવાદ શહેરની SVP હોસ્પિલમાં આગ લાગતા ભયનો માહોલ, દર્દીઓને ખસેડાયા

અમદાવાદ :

અમદાવાદ શહેરની SVP હોસ્પિલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. SVP હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી છે. શરૂઆતી અહેવાલ અનુસાર વેન્ટીલેટર જેવા મોટા મશીનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ICU વોર્ડમાં આગ લાગતા ચોતરફ ભયનો માહોલ સર્જાયો છે. હોસ્પિટલના સ્ટાફે ત્વરિત સતર્કતા દાખવીને ICUમાં દાખલ દર્દીઓને સલામત સ્થળે ખસેડ્યાં છે. હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યાં. SVP હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગી લાગી છે. જોકે ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમદાવાદની સૌથી અદ્યતન હોસ્પિટલમાં SVPનું નામ શામેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x