ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના ૭ સહિત રાજ્યના ૪૮ સ્પર્ધાત્મક પરીક્ષા તથા ધો.૧૦-૧૨ના ક્લાસિસ પર GSTના દરોડા

ગાંધીનગર :

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસ ચલાવતા ગાંધીનગરના ૭ સહિત રાજ્યના ૪૮ જાણીતા ક્લાસના એકમો પર ગઈકાલે સવારે જીએસટી કચેરી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, સુરત, નવસારી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગોધરા, આણંદ, હિમ્મતનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સવારથી સાગમટે દરોડા ચાલુ કરવામાં આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ માટેની સેવા પેટે લેવાથી ફીની રકમ પર ૧૮ ટકાના દરે જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો હોય છે. કોચિંગ ક્લાસ ચલાવનારાઓ દ્વારા તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવતી હોવાની માહિતીને આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાતભરના મોટા અને નાના શહેરોમાં વિદ્યાર્થીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ લેવા માટે તગડી ફી ચૂકવતા હોવા છતાંય તેના પર વસૂલવામાં આવતા ૧૮ ટકાના જીએસટીના દર પ્રમાણેનો ટેક્સ જમા ન થતો હોવાના આંકડાઓને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સરકારી ભરતી, બેન્ક, પોલીસ, જીપીએસસી, સ્કૂલ કૉલેજની પરીક્ષામાટે દરેક વયજૂથના બાળકોને કોચિંગ ક્લાસની સેવાઓ આપી રહ્યા છે. તેમની પાસે ફી પેટે મોટી રકમ અને ટેક્સ વસૂલવામાં આવતી હોવા છતાંય તે જમા ન કરાવતા હોવાની શક્યતાને ધ્યાનમાં લઈને દરોડા પાડવામાં આવ્યા છે.

દરોડા પાડવામાં આવેલ કોચિંગ ક્લાસ

વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરિંગ પ્રા.લિ. ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિમ્મતનગર, સુરેન્દ્રનગર, રાજકોટ

વર્લ્ડ ઇનબોક્સ એજ્યુ.પેપર પ્લા.લિ. ભાવનગર

વર્લ્ડ ઇનબોક્સ એકેડમી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, હિમ્મતનગર

સ્વામિ વિવેકાનંદ એકેડમી ગાંધીનગર, ભાવનગર

કિશોર ઇન્સ્ટિટયટ ગાંધીનગર

યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સુરત, નવસારી

પાનવાલાક્લાસિસ સુરત

જરીવાલા ક્લાસિસ સુરત

વેબસંકુલ પ્રા.લિ. ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ભાવનગર

જીપીએસસી ઓનલાઈન ગાંધીનગર

વેબસંકુલ કોમ્પ્યુટર ક્લાસિસ ગાંધીનગર

કોમ્પિટીટીવ કેરિયર પોઈન્ટ જૂનાગઢ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x