ગાંધીનગર

હેપ્પી યુથ ક્લબના ૭માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન શિબિર યોજીને ૨૫ યુનિટ્સ રક્ત એકત્ર કરાયું

ગાંધીનગર :

ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા શ્રી ભુવનેશ્વર મહાદેવ તિર્થના સંયુકત ઉપક્રમે આજે હેપ્પી યુથ ક્લબના ૭મા સ્થાપના દિવસ નિમિત્તે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૫ યુનિટ્સ રક્ત એકત્ર કરાયું હતું.

સેક્ટર-૬માં શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર સંકુલ ખાતે યોજાયેલી આ શિબિરમાં શહેરના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, જાણીતા સામાજિક અગ્રણી વિદ્યા લાયબ્રેરીવાળા પ્રદિપસિંહ વાઘેલા, હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા વગેરેએ પણ રક્તદાન કર્યુ હતું. આ ઉપરાંત મનપાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ તેમજ લોકગાયક ચિત્રકાર રાજુભાઇ શ્રીમાળી રાજતરંગ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દરવર્ષે ઉનાળા દરમ્યાન રક્તદાનની પ્રવૃત્તિમાં ઓટ આવતી હોય છે જેના કારણે હોસ્પિટલોમાં બ્લડની અછત વર્તાય છે, આકસ્મિક જરૂરિયાતમંદ દર્દીઓને આ સમયે ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. રક્ત પુરવઠાની આ અછતને પહોંચી વળવા માટે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્તદાન કરનાર તમામ ૨૫ રક્તદાતાઓને સર્ટીફીકેટ તથા શુભેચ્છા ભેટ આપી સન્માનવામાં આવ્યાં હતાં. શિબિરમાં રક્ત એકત્ર કરવાની સેવા શ્રદ્ધાદીપ બ્લડ બેંક દ્વારા પુરી પાડવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x