ગાંધીનગરગુજરાત

GSEBનું ધો.10નું પરિણામ ક્યારે થશે જાહેર જાણો

ગાંધીનગર : 

રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે તે ધોરણ 10ના પરિણામો જલ્દી જ જાહેર કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા GSEB ગુજરાત બોર્ડ SSC પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એટલેકે, GSEB SSC પરિણામ 2022 એ રિઝલ્ટ અંગે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

મહત્વનું છે કે, ધોરણ-12નું પરિણામ તો આ પહેલાંથી જ જાહેર થઈ ગયેલું છે. HSC ના પરિણામની સાથે જ ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું છે. હવે ગુજરાત બોર્ડ ધો.10ના પરિણામનો વારો છે. મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાત બોર્ડના ધોરણ-10 એટલે કે, SSC નું પરિણામ જૂન મહિનાના પહેલાં સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે. ગુજરાત બોર્ડ SSC પરીક્ષા 2022 નું પરિણામ જાહેર થયા પછી સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ચકાસી શકાય છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી ધોરણ-10નું પરિણામ કઈ તારીખે જાહેર કરાશે તેવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો અંદાજ છે કે GSEB 10માનું પરિણામ આગામી 2 જૂનથી 5 જૂનની વચ્ચે જાહેર થઈ શકે છે. આ એક સૂચક તારીખ છે જે ફેરફારને પાત્ર છે. આ વખતે GSEB 10મીની પરીક્ષામાં 7 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરીક્ષાઓ 28 માર્ચથી 09 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવી હતી. પરિણામ જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને પરિણામ આ જૂન મહિનાના પહેલાં અઠવાડીયામાં આવવાની ધારણા છે. જો કે, હજુ સરકાર કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે વિધિવત રીતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો હવે જલ્દી અંત આવશે એ નક્કી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x