રાષ્ટ્રીય

3 લોકસભા અને 7 વિધાનસભાની ચુંટણી જાહેર, 23 જૂને મતદાન થશે.

ન્યૂ દિલ્હી :

દેશમાં ત્રણ લોકસભા અને સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે ચૂંટણી કમિશને તારીખોની જાહેરાત કરી છે. ઇલેક્શન કમીશને કહ્યું કે 23 જૂનના રોજ મતદાન થશે. મત ગણતરી 26 જૂને યોજાશે. ચૂંટણી કમિશને પંજાબની સંગરૂર, યૂપીના રામપુર અને આઝમગઢ લોકસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. સંગરૂર સીટ ભગવંત માનના મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી થઇ છે. રામપુર સીટ આઝમ ખાનના લોકસભા સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ખાલી થઇ છે. આઝમગઢથી અખિલેશ યાદવ સાંસદ ચૂંટાયા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ સંસદના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. બીજી તરફ ત્રિપુરાની અગરતલા, ટાઉન બોરડોવાલી, સુરમા અને જુબરાજનગર વિધાનસભા સીટ પર 23 જૂનના રોજ મતદાન કરશે. આ ઉપરાંત દિલ્હીની રાજેન્દ્રનગર, ઝારખંડની મંદારી અને આંધ્રપ્રદેશની આત્મકુર વિધાનસભા માટે મતદાન કરવામાં આવશે. રાજેન્દ્રનગર સીટ રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ ખાલી થઇ છે. રાજેન્દ્રનગર ચઢ્ઢાએ રાજ્યસભા સાંસદ ચૂંટાયા બાદ રાજીનામું આપી દીધું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x