ગાંધીનગરગુજરાત

ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર, જાણો વિગતે

ગાંધીનગર :

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.

ક્રિશા શાહ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે મારે 87.77 ટકા આવ્યા છે. કોરોના હતો છતાં અમે મહેનત કરી હતી. ધાર્યા કરતાં ઓછું પરિણામ છે. પરંતુ હું મારા પરિણામથી ખુશ છું. હવે આગળ હું MBA કરીશ.

શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પુરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા અને આવતીકાલે 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂને ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

2020માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા જાહેર કરાયું હતું, જે ગત વર્ષના 73.27 ટકા કરતાં 3.02 ટકા વધુ પરિણામ આવ્યું હતું. ત્યારે 3,71,771 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2,83,624 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બનાસકાંઠાનું સોની કેન્દ્ર 97.76 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x