આરોગ્યગાંધીનગરગુજરાત

વેકેશન બાદ રાજ્યમાં આજથી શાળાઓ થઈ શરૂ, કોરોનાથી વાલીઓ ચિંતિત

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે. આજથી વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ તમામ શાળાઓમાં બાળકોની કિલકારી ગુંજવા લાગી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરવામાં આવી હતી. રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ આજથી શાળાઓમાં આવ્યા છે.

વિદ્યાર્થીઓને કંકુ ચોખાનું તિલક કરીને શાળામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ બાદ  આજથી વર્ગખંડોમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ ગઈ છે.

શરદી ખાંસી ધતાવતા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા વાલીઓને સ્કૂલો દ્વારા અપીલ કરવામાં આવી છે. શાળા શરૂ થતાંની સાથે આજે વિદ્યાર્થીઓ ને કોરોના ગાઈડલાઈન ને લઈ સમજણ આપવામાં આવી હતી.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે જ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે જેનાથી વાલીઓમાં પણ સંક્રમણને લઈ ચિંતા વ્યાપી છે.

આજથી રાજ્યની શાળાઓનું તંત્ર બાળકોને આવકારવા તૈયાર છે. નવા શરૂ થયેલા શૈક્ષણિક સત્રની પહેલા વધી રહેલા કોરોના વાયરસના કેસોને લઈ શાળા તંત્ર અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે અને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને કોરોનાને લઈ ખાસ અપીલ અને કોરોનામાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. શરદી, ખાંસી કે તાવ આવતો હોય તેવા બાળકોને શાળામાં ન મોકલવા અપીલ કરવામાં આવી છે અને કોરોના વાયરસને લઈ તંત્ર દ્વારા શાળાઓ, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઈનનું પાલન કરવા સૂચના અને અપીલ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x