RTOએ 30% અમદાવાદીઓના લાઇસન્સ કર્યા રદ, કારણ જાણી રહી જશો દંગ
અમદાવાદ RTO દ્વારા લાઇસન્સને રિજેક્ટ કરવાના આંકડાઓ મુજબ ગોવા અને રાજસ્થાન જેવા ટૂરિઝમ હોટસ્પોટ્સમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવા અથવા સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં 30% અમદાવાદીઓના હતા. એકવાર પકડાયા પછી તેમના લાઇસન્સ નંબર સંબંધિત રાજ્યોમાંથી અમદાવાદની આરટીઓમાં મોકલવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે પ્રથમ વખત આરટીઓએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની વિગતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,
જેમાં વાહનનો નંબર, લાઇસન્સ નંબર, ઉલ્લંઘન કરનારનો ફોટોગ્રાફ અને તેઓ જે ઉલ્લંઘન માટે દોષી છે તે સહિતની વિગતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. ARTO વિનીતા યાદવે આપેલી જાણકારી અનુસાર, કુલ સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાંથી અમદાવાદીઓ અન્ય નિયમ ઉલ્લંઘન ઉપરાંત રાજ્યની બહાર દારૂ પીને ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવામાં 20થી 30% હિસ્સો ધરાવે છે.
પ્રાદેશિક પરિવહન અધિકારી આર. એસ. દેસાઈએ જણાવ્યું હતું કે, અમે ગુનેગારને સાંભળ્યા બાદ 6 મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. ગુનેગારને એક તક આપવામાં આવે છે અને જો ઉલ્લંઘન યોગ્ય કે વેલિડ હોય તો અમે તેમને છોડી દઈએ છીએ. આરટીઓએ વર્ષ 2020માં 353 અને 2021માં 320 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2021માં સસ્પેન્ડ કરવામાં આવેલા કુલ લાઇસન્સમાંથી 100 જેટલા લાઇસન્સ અમદાવાદના લોકોના હતા, જેમણે મોટાભાગે ગોવા અને રાજસ્થાનમાં ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે ટ્રાફિકના નિયમો તોડ્યા હતા. 2022માં જાન્યુઆરીમાં 9, ફેબ્રુઆરી અને માર્ચમાં 20-20, એપ્રિલમાં 19, મેમાં 18 અને જૂનમાં અત્યાર સુધીમાં 17 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં સૌથી વધુ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.