ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લાના 4 મામલતદારની બદલી કરાઈ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મામલતદારોની મોટી સંખ્યામાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ક્લાસ-2ના 110 મામલતદાર સંવર્ગના અધિકારીઓના આંતરીક બદલીના આદેશ કરાયા છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં પણ કેટલાક ફેરફાર થયા છે.
જેમાં મામલતદાર વી. બી. દરજીને અમદાવાદ મણીનગર, ગાંધીનગર iORA તરીકે રહેલાં ડો. ડી. એ. ભારાઈને દહેગામ મામલતદાર તરીકે, દહેગામ મામલતદાર જે. એ. દેસાઈને પાટણ પીઆરઓ તરીકે, કલોલ મામલતદાર ડી. આર. પટેલને સાવરકુંડલામાં, અમદાવાદ સાબરમતીના મામલતદાર વી. એ. પરમારને ગાંધીનગર iORA તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે પાટણ રૂરલના મામલતદાર સી. એ. પટેલને ગુડા ખાતે મુકાયા છે.
બીજી તરફ 40 ક્લાસ-3 ડેપ્યુટી મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. જેમાં ખેડાના હરેશકુમાર એમ. પટેલને ગાંધીનગર મામલતદાર જ્યારે ભરૂચના રશ્મીનકુમાર ઠાકોરને કલોલ મામલતદાર તરીકે મુકાયા છે. જ્યારે ગાંધીનગર ખાતે રહેલાં નિલેશભાઈ રબારીને આણંદ મામલતદાર, હેતલબા ચાવડાને અમદાવાદ iORA, ચંદ્રકાંત એલ. સુતરીયાને બાવળા મામલતદાર તરીકે મુકાયા છે.આમ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મામલતદાર સંવર્ગના 110 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x