નિસર્ગ સાયન્સ સેન્ટર ધ્વારા વિદ્યાર્થીઓને પ્રિય એવા “સન્ડે સાયન્સ સ્કૂલ”નો પ્રારંભ
વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય તથા તેમની જીજ્ઞાશા વૃતિ સંતોષાય તે પ્રકારની પ્ર્વુંતીઓ તથા કાર્યક્રમો માટે ગુજરાત સરકારે દરેક જીલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો શરુ કર્યા છે. નિસર્ગ કોમ્યુનિટી સાયંસ સેન્ટર એ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલીજી માન્ય ગાંધીનગર જીલ્લાનું જિલ્લા કક્ષાનું સાયન્સ સેન્ટર(લોક વિજ્ઞાન કેન્દ્ર) છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે પ્રેરિત કરવા તથા સમાજમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે.
છેલ્લા ૨૫ વર્ષ થી આ સાયન્સ સેન્ટરનો અનેક વિદ્યાર્થીઓએ ડોક્ટર, એન્જીનીયર, વૈજ્ઞાનિક જેવા અનેક ક્ષેત્રોમાં જડહળતી સિદ્ધિઓ મેળવી છે. આ સેન્ટરના માર્ગદર્શન નીચે અત્યાર સુધીમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ બાલ વૈજ્ઞાનિકનો એવોર્ડ મેળવવામાં સફળ થયા છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિમાં જોડાઈને વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી શકે તેવા પ્રયત્નો આ સાયન્સ સેન્ટર ધ્વારા કરવામાં આવે છે.
આ સેન્ટર ધ્વારા શરુ કરવામાં આવેલ સન્ડે સાયન્સ સ્કુલ કાર્યક્રમનો દર રવિવારે રાજાના દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ લે છે જેમાં તેમના વિજ્ઞાન વિષયમાં આવતા આશરે ૪૦ જેટલા પ્રયોગો વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન જાતે કરતા હોય છે અને પ્રયોગો ધ્વારાજ વિજ્ઞાન વિષય શીખતા હોય છે.
આ વર્ષના સન્ડે સાયન્સ સ્કૂલનો પ્રારંભ ૨૬/૦૬/૨૦૨૨, રવિવારથી થશે. જેમાં ધોરણ-૮ માટે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦, ધોરણ-૯ માટે સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦, ધોરણ-૧૦ માટે સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦, તથા ધોરણ-૫ માટે બપોરે ૨:૦૦ થી ૦૩:૦૦, ધોરણ-૬ માટે બપોરે ૦૩:૦૦ થી ૦૪:૦૦, ધોરણ-૭ માટે બપોરે ૦૪:૦૦ થી ૦૫:૦૦ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની સાથે સાથે વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ જેવી કે નેશનલ સાયન્સ સેમીનાર, સાયન્સ ક્વીઝ, નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ,નેશનલ રૂરલ આઈ.ટી. ક્વીઝ, STEM ક્વીઝ, રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિષે માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને મળી રહેશે. આવી સ્પર્ધાઓ માટે જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન સાયન્સ સેન્ટર ધ્વારા કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરની કોઈ પણ શાળાના ધોરણ ૫ થી ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ કાર્યક્રમમાં માર્યાદિત સંખ્યામાંજ વિદ્યાર્થીઓ લેવાના હોવાથી સત્વરે નોધણી કરાવવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બ્લોક નંબર:૬૧/૧, ઘ-ટાઈપ, સેક્ટર-૨૩, લગ્નવાડી પાસે, ગાંધીનગરનો સંપર્ક કરવો અથવા મો.નંબર: ૯૪૨૬૬૩૫૨૧૫ પર સંપર્ક કરવો.