ગાંધીનગર

દહેગામ શહેરમાં આવતીકાલે 8 કલાક વીજ પુરવઠો રહેશે બંધ

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવતીકાલે એટલે કે સોમવાર સવારથી વીજ પુરવઠો રહેશે બંધ. અસંખ્ય ગરમી અને બફારા દરમિયાન આવતીકાલે દહેગામ શહેરમાં સવારથી જ GEB દ્વારા સબ સ્ટેશન તેમજ વીજ લાઈનોનું સમારકામ કરવાનું હોવાને લઈને સવારે 7:30થી 4 વાગ્યા સુધી એટલે કે 8 કલાક સુધી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવનાર છે. દહેગામ નહેરુ ચોકડીથી નરોડા રોડ વિસ્તાર સિવાય સમગ્ર દહેગામમાં આઠ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેવાનો છે. જેથી હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો, નાના મોટા વેપારીઓ તેમજ નાગરિકોએ આવતીકાલે આઠ કલાક સુધી વીજ સમસ્યાનો સામનો કરવો પડશે.

ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે વીજ લાઈનોમાં ઘણીવાર ખામી સર્જાતા અસરગ્રસ્ત વિસ્તારોમાં અંધારપટ છવાઈ જતો હોય છે. અને થોડા દિવસો અગાઉ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ-ચોમાસાની કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં ચોમાસામાં સર્જાતી સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય નહિ તથા વીજ લાઈનોનું સમારકામ કરવા સૂચના આપવામાં આવી હતી.

જે સૂચનાના અનુસંધાને આવતીકાલે સોમવારના રોજ દહેગામ શહેરમાં 8 કલાક જેટલો સમય વીજ પુરવઠો બંધ રહેવાના સમાચાર સૂત્રો તરફથી મળ્યા છે. મળેલી જાણકારી અનુસાર દહેગામ શહેરમાં નહેરુ ચોકડી અને નરોડા રોડ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સવારે 7:30થી 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ કરીને પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવશે. સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, દહેગામ શહેરમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના પગલે આવતીકાલે સોમવારે સવારે 7.30 કલાકથી દહેગામમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x