રાજ્યમાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો, 244 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનવા વાયરસ ધીરે ધીરે ભનાયક આંકડાઓ તરફ આગળ વધી રહ્યો છે દેશ અને ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ આજે 244 કેસ પોઝિટિવ નોંધાયા છે અને 131 દર્દીઓ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થયા છે. આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1374 એક્ટિવ કેસ છે. જે પૈકી 5 લોકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1369 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીની વાત કરીએ તો કુલ 12,15,323 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.00 ટકાએ પહોંચી ચુક્યો છે.
રાજ્યમાં આજે કોરોના વિરોધી રસીના કુલ 10,937 ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,323 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો,
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 117 કેસ, સુરત શહેરમાં 32, વડોદરા શહેરમાં 29, રાજકોટ શહેરમાં 10, સુરત અને વલસાડમાં 6-6, ભાવનગર શહેર અને વડોદરામાં 5-5, ભરૂચ અને સુરેન્દ્રનગર 4-4 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, આણંદ, ગાંધીનગર શહેર, ગાંધીનગર, જામનગર શહેર, મહેસાણા અને નવસારી જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. તો ખેડા જિલ્લામાં 2 તથા ભાવનગર, જામનગર અને કચ્છ જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આજે 14 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.