બોરિજ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક સ્વ-રક્ષણ તાલીમ સેમિનાર યોજાયો
તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળા, બોરિજ ખાતે સોશિયલ એક્ટિવિટી ચેરિટેબલ ટ્રસ્ટ થકી નિઃશુલ્ક ત્રિદિવસીય સ્વ-રક્ષણ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ-રક્ષણ બાબતે તાલીમ આપી જાગૃત કરવાના લક્ષ્ય સાથે ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં સેક્રેટરી, પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ તથા નેશનલ ચેમ્પિયન અને ૧૮ વર્ષના અનુભવી મિલાપ ટાટારિઆ દ્વારા ત્રિદિવસીય નિઃશુલ્ક સ્વ-રક્ષણની તાલીમ ખુબજ સરળ રીતે તમામ ભાઈઓ અને દિકરીઓને પ્રેક્ટિકલી બતાવવામાં આવ્યું હતું સાથે સ્વ-રક્ષણ વિશે જાણકારી અને જરૂરી માર્ગદર્શન આપી તેમને જાગૃત કરવામાં આવ્યા હતાં.
સરકારી પ્રાથમિક શાળાનાં પ્રિન્સિપલ કાશ્મીરા વ્યાસે જણાવ્યું હતું કે, દિકરી સ્વ રીતે પોતાનો બચાવ કરી શકે એટલી સક્ષમ આજના સમયમાં આપણે દરેક બાળકીને બનનાવવી જરૂરી બની ગઇ છે ત્યારે ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં સેક્રેટરી મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, પોતાની સુરક્ષા માટે છેલ્લાં શ્વાસ સુધી લડી લેવાની હિંમત જ તમને સુરક્ષિત કરી શકે છે. ડર્યા વગર યોગ્ય તકની રાહ જુઓ. સાથે એ પણ ધ્યાન રાખો કે, એવી કઈ બાબતો અત્યારે તમારી સાથે છે જેનો તમે તમારી સુરક્ષા માટે ઉપયોગ કરી શકો છો. તમારી સાહસ, હિમ્મત અને ચપળતા તમને સુરક્ષિત કરી શકે છે. સુરક્ષા માટે કોઈનાં પર નિર્ભર રહેવાની જરૂર નથી. આત્મ સુરક્ષા એ જ સાચી સુરક્ષા છે. તમે જ તમારી સુરક્ષા માટે ખડે પગે તૈયાર થઇ શકો છો. ઉઠો, જાગો અને સુરક્ષિત બનો.