ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ચોમાસામાં 22.90% ઉપયોગી પાણી બચ્યું, સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 7% જ વરસાદ થયો

ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરબાનીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ રાજ્યના અનેક તાલુકા હજુ પણ વરસાદથી વંચિત છે. કેટલાક તાલુકાઓમાં હવે પાણી પહોંચાડવા માટે ટેન્કરોનો વારો આવ્યો છે. હાલમાં રાજ્યમાં ઉપલબ્ધ પાણીમાંથી માત્ર 22.09 ટકા પાણી જ વાપરવા યોગ્ય છે. જો વરસાદ ચાલુ રહેશે તો રાજ્યને ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે પાણીની સમસ્યા હલ થશે તેવી ખેડૂતોને આશા છે. રવિવારે રાજ્યના 23 ગામોમાં 17 ટેન્કર દ્વારા 63 રાઉન્ડમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

શનિવારની વાત કરીએ તો 141 ગામોમાં 95 ટેન્કર દ્વારા 427 ગામોમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું. રાજ્યના નર્મદા વિભાગ મુજબ, ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં 3.06 ટકા, સાબરકાંઠામાં 3.54 ટકા, બનાસકાંઠામાં 4.99 ટકા અને મહેસાણાના જળાશયોમાં 7.74 ટકા પાણી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે લોકોએ આંદોલન કરવું પડ્યું છે.

બીજી તરફ પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ હોવા છતાં જળાશયો તળિયે આવેલા છે. બોટાદમાં 1.21 ટકા, દ્વારકામાં 1.8 ટકા, સુરેન્દ્રનગરમાં 12.65 ટકા, જામનગરમાં 10.41 ટકા, જૂનાગઢમાં 15.86 ટકા અને મોરબીમાં 15.44 ટકા નોંધાયા છે. ગત ચોમાસાની સરખામણીએ આ વખતે વરસાદ ખેંચાયો છે. જેના કારણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી વધી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x