‘જય બાબારી’ના જયકાર સાથે અલુવા ગામમાં ભક્તો દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભગવાન રામાપીરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અલુવામાં આવેલા રામદેવપીરના મંદિરે દર્શન કરવા ઉમટયા હતા. માનતાના નેજા ચઢાવવા, લીલુડા ઘોડા પર રામદેવજી બેઠા હોય તેવી પ્રતિમાં સાથે ડીજેના તાલે અલખધણી રામાપીરના ભજનોની સુરવાણી, અબીલ-ગુલાલની છોડો વચ્ચે ભક્તિરસમાં ઝુમીને બાબારીના ભક્તો પગપાળા મંદિરે પહોંચ્યા હતા. શહેરના માર્ગો ‘જય બાબારી’ ના નાદથી ગુંજી ઉઠયા હતા. ગામમાં બીજના દિવસે ભક્તિનો માહોલ સર્જાયો હતો. જ્યાં દર મહિનાની બીજે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા આવતા હોય છે. રામાપીરના મંદિરે દર મહિનાની બીજે ભક્તો માટે ભોજનપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
અષાઢી બીજ નિમિત્તે માણસાના અલુવા ગામમાં ભાવી ભક્તોએ દર્શન કરીને અષાઢી બીજના ધાર્મિક તહેવારની ખૂબ જ આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અષાઢી બીજના દિવસે રામદેવપીરના દર્શન કરવાને લઈને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો પગપાળા મદિરે પર જઈને રામદેવપીરના દર્શન કર્યા હતાં.અલુવામાં આવેલા રામદેવપીર મંદિરમાં રામદેવપીરના દર્શન કરીને ભાવિ ભક્તોએ અષાઢી બીજની ભારે ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.અલુવામાં મોટી સંખ્યામાં ભક્તોએ પગપાળા આવીને રામદેવપીરના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. અષાઢી બીજના પાવન પર્વે રામદેવપીર મહારાજના દર્શન કરવાનું પણ ખૂબ જ મહ¥વ જોવા મળ્યું છે. જેને લઈને રામદેવપીર ભગવાનને ૫૨ ગજનો લીલો નેજો ચડાવીને ભક્તોએ અષાઢી બીજની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી. અષાઢી બીજે ભગવાન જગન્નાથ સાથે રામદેવપીરનું પણ મહત્વ અષાઢી બીજનો તહેવાર ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે,
રામદેવપીરમાં આસ્થા ધરાવનાર પ્રત્યેક ભક્ત વર્ષ દરમિયાન આવતી બાર બીજના દિવસે રામદેવપીર મંદિરે જઈને દર્શન કરતા હોય છે. ત્યારે અષાઢી બીજ અને ભાદરવા મહિનામાં આવતી બીજનું વિશેષ મહત્વ હોવાને કારણે રામદેવપીરના ભક્તોઅ મંદિરમાં પગપાળા આવીને રામદેવપીરના દર્શન કરીને જાતને ધન્ય કરી હતી. રામદેવપીરમાં આસ્થા ધરાવનાર ભક્તો મનોકામના પૂર્તિ માટે પણ અહીં દર્શનાર્થે સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. પરંતુ વર્ષમાં આવતી અષાઢી બીજ અને ભાદરવા મહિનાની બીજના દિવસે રામદેવપીરના દર્શન કરવાનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોવાને કારણે અષાઢી બીજના દિવસે ભાવી ભક્તોએ રામદેવપીર મહારાજના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. બીજના દિવસે અલુવા ગામ માં રામદેવપીર ની ભવ્ય પાલખીયાત્રા સહિત લોકમેળો તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સેવકગણો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે . બીજના દિવસે વહેલી સવારથી જ રામદેવપીરના દર્શનાર્થે સેવકગણોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો . જયાં શ્રધ્ધાળુ ભકતોએ રામદેવપીર ને પુષ્પ ની માળા , પ્રસાદ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી . તો અનેક ભક્તો આજુબાજુના ગામથી થી પગપાળા ચાલી ને રામદેવપીર ના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા . આ પ્રસંગે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુ ભકતો માટે સેવકગણો દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . આમ માણસાના અલુવા ખાતે આવેલ રામદેવપીરના સ્થાનકે બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.