સમયસર લણણી સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના વાવણી શરૂ કરી
દર વર્ષે જૂનના મધ્યમાં ચોમાસાની સિઝન ઔપચારિક રીતે શરૂ થાય છે. ત્યારે ખેડૂતો પણ સિઝનને ધ્યાનમાં રાખીને પાકનું વાવેતર શરૂ કરી દે છે. લાંબા સમયથી વરસાદની મોસમ મોડી શરૂ થવાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને વરસાદની રાહ જોયા વગર વાવેતર શરૂ કરી દીધું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતો દ્વારા ચોમાસુ પાકની વાવણી શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે જૂનના મધ્યથી ચોમાસાની સિઝન સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. બીજી તરફ બદલાયેલા હવામાનના કારણે હજુ પણ વાદળછાયું અને છાંયડાના વાતાવરણમાં પસાર થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે જેથી તેઓ સમયસર લણણી કરી શકે. ગાંધીનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ ખેડૂતોએ ચોમાસાની સિઝનમાં વાવેતર શરૂ કરી દીધું છે. જાખોરા અને ચિલોડા પંથક સહિત આસપાસના ગામોમાં ખેડૂતો દ્વારા દર વર્ષે ડાંગરની ખેતી કરવામાં આવે છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ વાવણી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં વરસાદ હોવા છતાં ખેડૂતોએ હવે બોરના પાણીથી વાવણી શરૂ કરી છે.
ચિલોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સમયસર લણણી થાય તે માટે વરસાદની રાહ જોયા વગર ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં પૂરતો વરસાદ પડશે ત્યારે યોગ્ય પાક તૈયાર થશે તેવી પણ ખેડૂતો આશા સેવી રહ્યા છે. હાલમાં પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે અને વાવેતર જોરશોરથી શરૂ થયું છે.