રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 17 જુલાઈના રોજ ગુજરાતના મહેમાન બનશે
NDAના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 17 જુલાઈના રોજ ગુજરાતના મહેમાન બનવાના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા દ્રૌપદી મુર્મૂ ગાંધીનગર આવે તેવી વાતો સામે આવી રહી છે તે પહેલા ભાજપના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા નર્મદા હોલમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠક 16 જુલાઈના રોજ બપોરે ત્રણ કલાકે મળશે.
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે 20થી વધુ નામ હતા. પરંતુ તેમાંથી દ્રૌપદી મુર્મૂ એનડીએના ઉમેદવાર બશે. દ્રૌપદી મુર્મૂના સફર વિશે વાત કરીએ તો તેમણે ઓડિશાના પાર્ષદ બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સભ્યોની બેઠક યોજવામાં આવશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને 16થી 18 જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ગાંધીનગર સંકુલમાં 17 જુલાઈના રોજ ફરીથી ધારાસભ્ય સાથે બેઠક કરશે જેના ભાગરૂપે 18 જુલાઈના રોજ ભાજપના ધારાસભ્યની બીજી પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ વરસાદના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો – NDA રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર 15 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવવાના હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરીને આસપાસના ગ્રામજનો અને નગરજનો સાથે પણ બેઠક અને ચર્ચા કરવાના હતા. ભારે વરસાદના કારણે 15 જુલાઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.