આજથી ધો.૧૦-૧૨ની પુરક પરીક્ષા : ૨.૨૨ લાખ વિદ્યાર્થીઓસૌથી વધુ ૧.૬૧ લાખ વિદ્યાર્થી ધો.૧૦માં અને ધો.૧૨માં ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ૧૮મીથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પુરક શરૃ થનાર છે.આ વર્ષે ૨.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.આ પુરક પરીક્ષા ૨૨મી સુધી ચાલશે.ઓગસ્ટમાં પરિણામ જાહેર કરવામા આવશે.ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા બાદ ધો.૧૦માં બે વિષયમાં નાપાસ અને ધો.૧૨ સાયન્સમાં બે વિષયમાં તેમજ ધો.૧૨ સા.પ્ર.માં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થી માટે પુરક પરીક્ષામા લેવામા આવે છે.
જે આજથી ૧૮મીથી શરૃ થનાર છે. રાજ્યના મુખ્ય જિલ્લા કેન્દ્રો પર આ પરીક્ષાઓ લેવાશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષાના કાર્યક્રમ મુજબ આજથી ૧૮મીએ ધો.૧૨ સાયન્સમાં ગણિત, બાયોલોજી વિષયની પરીક્ષા અને ધો.૧૦માં બેઝિક ગણિત તેમજ પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે.૧૯મીએ ૧૨ સાયન્સમાં કેમિસ્ટ્રી, અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષા તથા ધો.૧૦માં સ્ટાન્ડર્ડ ગણિત અને ગુજરાતી દ્રિતિય ભાષાની પરીક્ષા લેવાશે. ૨૦મીએ ૧૨ સાયન્સમાં પ્રથમ અને દ્રિતિય ભાષાના વિષયો એન ફીઝિક્સ તેમજ કમ્પ્યુટર વિષયની પરીક્ષા લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહના તમામ વિષયો માટે ૨૧મીએ એક જ દિવસ પરીક્ષા થશે.
ધો.૧૦માં ૨૦મીએ સમાજવિદ્યા અને અંગ્રેજી દ્રિતિય ભાષાની તેમજ ૨૧મીએ વિજ્ઞાાન વિષયની અને દ્રિતિય ભાષાના વિષયોની પરીક્ષા લેવાશે. ધો.૧૦માં ૧૬૧૦૪૧, ધો.૧૨ સાયન્સમાં ૧૪૦૪૬ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૬૭૯૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે.આમ કુલ ૨.૨૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે