ભારે વરસાદના કારણે જગતનો તાત અંધાધૂંધી, ખેતરોમાં પાણી ભરાયા, ખેડૂતોને મોટું નુકસાન
આજે પણ ભારે વરસાદના કારણે ખેતરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે જેના કારણે જગતનો તાત ખેડૂતો લાચાર બની ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાદરા ખાંડાના ખેડૂતોની દયનીય હાલત છે ભારે વરસાદના કારણે જગતનો તાત ખેડૂતો નિરાધાર બન્યા છે. પાદરા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં 400 એકર ઉંડા જમીનમાં કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે.
આજે પણ ભારે વરસાદના કારણે ખેતરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે જેના કારણે જગતનો તાત ખેડૂતો લાચાર બની ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાદરા ખાંડાના ખેડૂતોની દયનીય હાલત છે. જેમાં ખાંધા ગામમાં 400 એકર જમીનમાં કપાસની ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે અને તુવેરની ખેતીમાં પણ નુકસાન થયું છે. ત્યારે તાલુકામાં 4 દિવસથી પડેલા મુશળધાર વરસાદને કારણે ખાંધા ગામના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં નજીકની ધાધર નદીમાં ઠલવાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હોવાનો આક્ષેપ કરાયો હતો. તેઓએ માંગ કરી હતી કે સરકાર ખેડૂતોના ખેતરોમાં સર્વે કરે અને પાકને થયેલા નુકસાનનું વળતર આપે.