વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા અગાઉ PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અગાઉ તારીખ 15મી જુલાઈના રોજ સાબર ડેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ PM મોદી કાર્યક્રમમાં સામેલ થવાના હતા. પરંતુ રાજ્યમાં અવિરત મેઘમહેરના કારણે PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરાયો હતો.
વડાપ્રધાનના હસ્તે સાબર ડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાનું હતું. હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ કરવાના હતા.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યાં બીજી તરફ વડાપ્રધાન મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં આવન-જાવન વધી છે. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
તારીખ 28 અને 29 જુલાઈના રોજ PM મોદી ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે.નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે કેમ કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં આવશે જેના પગલે ભાજપની ઉંધ હરામ થઈ ગઈ છે.