રાજ્યમાં મોસમનો 54 ટકાથી વધુ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ શુક્રવાર સાંજે 4.૦૦ કલાકે પુરા થતાં 34 કલાક દરમિયાન કપરાડા તાલુકામાં 344 મિ.મી, ચીખલીમાં 281 મિ.મી, સુત્રાપાડામાં ૨51 મિ.મી, ગણદેવીમાં 273 મિ.મી, ધરમપુરમાં 334 મિ.મી, નવસારીમાં 235 મિ.મી એમ મળી કુલ 6 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં મોસમનો 54 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં શુક્રવાર સાંજે 4 વાગ્યે પુરા થતાં 34 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 14 ઇંચ સહિત રાજ્યના અન્ય 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.આ ઉપરાંત માળીયા તાલુકામાં ૯૩ મિ.મી, વાલોડમાં ૯૧ મિ.મી, વલસાડમાં ૮૪ મિ.મી, ઉમરગામમાં ૮૦ મિ.મી, ખાંભામાં ૭૨ મિ.મી, વિજયનગરમાં ૭૦ મહુવામાં ૬૯ મિ.મી, વંથલી અને જેતપુરમાં ૬૫ મિ.મી, ખંભાળિયામાં ૬૪ મિ.મી, સુબીરમાં ૬૧ મિ.મી, કોડીનારમાં ૫૯ મિ.મી, પોરબંદરમાં ૫૮ મિ.મી, પલસાણા અને ડાંગ (આહવા)માં ૫૫ મિ.મી, જેસરમાં ૫૪ મિ.મી અને ઉનામાં ૫૨ મિ.મી એમ મળી કુલ ૧૭ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૮ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છેઅત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકા જેટલો નોંધાયો છે.
જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૯૮.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૫.૧૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૨.૦૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૯.૩૨ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.સમુદ્રમાં લો પ્રેશરને પગલે ત્રણ નંબરનું સિગ્નલવલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. સમુદ્રમાં લો પ્રેશરને પગલે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે તો અહીં માછીમારોને દરિયામાં ન જવા અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યુ છે.રાજ્યમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 36 ડેમ હાઈએલર્ટ પર છે. 80 ટકાથી વધુ ભરાયેલા 17 ડેમ એલર્ટ પર છે. જ્યારે 70 ટકાથી વધુ ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર છે. 139 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાતમાં 15.81%, મધ્ય ગુજરાતમાં 37.64%, દક્ષિણ ગુજરાતમાં 62.84%, કચ્છમાં 66.45%, સૌરાષ્ટ્રમાં 51.55%, નર્મદામાં 49.77% પાણીનો જથ્થો છે. જેથી સમગ્ર ગુજરાતમાં સરેરાશ પાણીનો જથ્થો 50.92% છે.