આજે વિદ્યાર્થીઓના હાથમાં વિધાનસભા
ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિધાનસભામાં “યુવા મોડેલ એસેમ્બલી” કાર્યક્રમનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. એક દિવસ માટે વિધાનસભા બાળકો દ્વારા ચલાવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત વિધાનસભામાં આજે તારીખ 21 જુલાઈને ગુરૂવારે ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોની જગ્યાએ બાળકો-યુવાઓ વિધાન સભ્ય તરીકેની કામગીરી બજાવશે એટલે કે યુવા મોડેલ એસેમ્બલી હોસ્ટ કરશે.
જેમાં અમદાવાદનો રોહન રાવલ એક દિવસ માટે મુખ્યમંત્રી બનશે જ્યારે વડોદરાની નવરચના ઇન્ટરનેશન સ્કુલની વિદ્યાર્થિની મિશ્રી શાહની પસંદગી વિધાનસભા અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત વિધાનસભામાં આજે તારીખ 21 જુલાઈને ગુરૂવારે ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોની જગ્યાએ બાળકો-યુવાઓ વિધાન સભ્ય તરીકેની કામગીરી બજાવશે એટલે કે યુવા મોડેલ એસેમ્બલી હોસ્ટ કરશે.ગુજરાત વિધાનસભામાં પહેલીવાર યુવા ધારાસભ્ય બનશે. એટલું જ નહી મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ નેતા પ્રતિપક્ષ અને મંત્રીઓની જવાબદારી યુવાનો જ સંભાળશે. જોકે ગુજરાત વિધાનસભા 21 જુલાઇના રોજ યુવા વિધાનસભા સત્ર ચાલશે. આ કાર્યવાહીમાં ધોરણ 11 અને 12 સુધીના વિદ્યાર્થી સંભાળશે. જે પ્રકારે ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્ય હોય છે એ જ રીતે યુવાનોમાંથી 182 ધારાસભ્યની જવાબદારી સોંપવામાં આવશે. ધારાસભ્યોની જવાબદારી માટે અમદાવાદ, સુરત જેવા અલગ-અલગ શહેરો અને જિલ્લામાંથી વિદ્યાર્થીઓને તેમની કુશળતાના આધાર પર પસંદગી કરવામાં આવી છે. સદનમાં સત્રની કાર્યવાહી દરમિયાન એક કલાકનો પ્રશ્નોતરીકાળ પણ હશે, જેમાં ક્ષેત્રીય સમસ્યાઓને લઇને પ્રશ્ન પણ પૂછવામાં આવશે. આવા કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રાજકારણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો છે.
ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ નીમાબેન આર્ચાર્યએ જણાવ્યું હતું કે ગણેશ વાસુદેવ માવંકર બ્યુરો ઓફ પાર્લામેન્ટરી પ્રેક્ટિસ એન્ડ ટ્રેનિંગ, ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી અને સ્કૂલ પોસ્ટ મેગેઝીનના સંયુક્ત નેજા હેઠળ ગુરુવારે યુથ મોડલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક અનોખું પ્લેટફોર્મ છે, જે વિચારોના આદાન-પ્રદાન, ગતિવિધિઓ અને યુવા વિદ્યાર્થીઓની સંસદીય કાર્ય પદ્ધતિ સાથે સંપર્ક બનાવવાનો સારો અવસર છે.