ગુજરાત

30 ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૪૩ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા જેટલાં ભરાયાં

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૯,૮૩૯ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૭.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં ૩૦ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૩ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૯ જળાશયો (સરદાર સરોવર સહિત) માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૯ જળાશયોમાં ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્ચે, ૫૫ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૯ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૧ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.ગત 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 27 તાલુકામાં 1000 મી.મીથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે 58 તાલુકામાં 500 થી 1000 મી.મી અને 98 તાલુકામાં 251 થી 500 મી.મી, 57 તાલુકામાં 126 થી 250, 11 તાલુકામાં 51-125 મી.મી વરસાદ નોંધાયો છે.

જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડના કપરડામાં ખાબક્યો હતો. જ્યારે સિઝનનો કુલ વરસાદ 59.86 ટકા નોંધાયો છે. જોકે આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેના પગલે મહેસાણા જિલ્લા કલેકટરની જિલ્લા વાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. જિલ્લા કલેકટરે જિલ્લા ડીઝાસ્ટરના રાહત કામગીરી માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે. 02762 222220/222299 અથવા ટોલ ફ્રી નંબર 1077 નંબર જાહેર કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x