ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર આવશે! એક્ટિવ કેસ 5 હજારને પાર
કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ જન્માષ્ટમી સહિતના તહેવારોની સીઝન માથે છે તેવામાં કોરોના ફરી ભુરાયો થતો તેમ પોઝિટિવ કેસોમાં આવતા વધારાને લઈને લાગી રહ્યું છે. તેવામાં આજે છેલ્લા 24 કલાકમાં 894 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 691 દર્દીઓ સાજાનરવા થયા છે. કોરોના કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 5099 એ પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 8 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.બીજી તરફ કોરોના કહેરને નાથવા સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે.
જેને લઈને આજે 1,93,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98. 71 છે. એક બાજુ જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે તેવામાં કોરોનાના કેસો કોરોના 900ની નજીક અને એક્ટિવ કેસ 5 હજારને પાર પહોંચી જતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5099 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5091 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,28,955 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 894 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 691 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી.
આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.71 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5099 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5091 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,28,955 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.